શિયાળો એટલે આરોગ્યની ઋતુ. આરોગ્ય જાળવવામાં મદદરૂપ થવા કુદરત તરફથી ગાજર, કાકડી, ટામેટાં, આમળાં વગેરે અનેક ભેટો આપણને મળે છે. ગાજરમાંથી ઘણાં પ્રમાણમાં વિટામિન ‘A’ મળી શકે છે. આ જ રીતે કુદરતે આમળાંમાં સૌથી વધુ પ્રમાણમાં વિટામિન ‘C’ રાખ્યું છે. આમળાનું મહત્વ વિશેષ એટલાં માટે છે કે એનું વિટામિન ‘C’ પેટની અંદર ગયા બાદ જ