2007ની એક સાંજે કમ્પાઉન્ડમાં ચાલતાં ચાલતાં વિકેટ ગેઈટ ખોલીને બે મિનિટ માટે રોડ ઉપર ઊભો રહેલો. એવામાં જ શરદ સોસાયટીમાં રહેતાં દિલીપભાઈ ત્યાંથી નીકળ્યા. મને જોતાંની સાથે પાસે આવીને તરત એમની હથેળી બતાવી. સેલ્સ ટેક્સમાં સારી પદવી પર કામ કરતાં કરતાં હાથની રેખાઓ કપાઈ ગઈ હતી..! હથેળીમાંથી ક્યારેક લોહી પણ નીકળતું અને મુઠ્ઠી વાળવી પણ