ગાંધીજી સુધી પહોંચવાનો રસ્તો હૃદયમાંથી જાય છે, ગાંધીનગર જવું હોય તો મગજ લઈ જશે. જન્મ પછીનાં શરૂઆતનાં 25 વર્ષો મેં અમદાવાદ, સાબરમતી ગાંધી આશ્રમમાં વિતાવ્યાં છે. 1930માં દાંડીકૂચ કરી એ પછી બાપુ ફરી પાછા ગાંધી આશ્રમ નહોતાં આવી શક્યાં પરંતુ આજેય સાબરમતી આશ્રમમાં પ્રવેશતાં જ વાઈબ્રેશન્સ અનુભવાય છે. નદીકિનારે જરાક વાર બેસીએ એટલે મન જુદા