વજન વિષે ડો. શ્રી. મુકુંદ મહેતાએ એક સુંદર સૂત્ર બનાવેલુંઃ વજન એટલે ‘વ’ધારે ‘જ’મો ‘ન’હીં..! જાણે-અજાણે અનેક લોકો ભૂખ ન હોવા છતાંય વધુ અને વધુ ખાતા રહે છે, વારંવાર ખાતા રહે છે. તણાવ(સ્ટ્રેસ) ઘટાડવા માટે એમનું મન ટાઈમપાસની વસ્તુ તરીકે આહારને પકડે છે. કારણ, કોઈ વ્યક્તિ જ્યાં સુધી ખાય કે ચા-કોફી-સોફ્ટ ડ્રિન્કસ પીએ કે નાસ્તો