6 જુલાઈ, 2015થી ગુજરાતભરમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થઈ ગયું હતું. ચારે તરફ ફરીથી ગુજરાતનું વાતાવરણ ડહોળાવાની શરૂઆત થઈ ચૂકી હતી. એ જ સમયે ખંભાતની નજીકનાં એક ગામમાં રહેતાં વિરચંદભાઈ પોતાની અને પત્નીની બીમારીનાં ઈલાજ માટે અમદાવાદ જવાનું ભાડું અને ઔષધનાં રૂપિયા માટે વિચારી રહ્યાં હતાં. ખેડા જિલ્લાનાં એ ગામમાં મંદિરનાં સ્વામીએ થોડાંક રૂપિયા આપ્યાં,