ચોમાસાનો અર્થ થાય ચાર માસવાળું. પણ શબ્દો ઘણીવા૨ એનાં મૂળ અર્થને અતિક્રમી જતા હોય છે. આમ તો ત્રણે ઋતુઓ ચાર માસની જ હોય છે. એટલે એ રીતે જોઈએ તો ચોમાસા સિવાયની ઋતુઓ પણ ચોમાસી જ કહેવાય. પણ આ શબ્દ પ્રયોજાય છે માત્ર વર્ષાઋતુ માટે જ. ને વર્ષાઋતુ માટે પ્રયોજાતો આ શબ્દ એના અર્થના ચાર માસનો