
દરેક મિનિટે સાત લિટર જેટલી હવા આપણાં શ્વાસમાં જાય છે. બે કલાકમાં જ આપણાં શ્વાસમાં 800 લિટરથી વધુ હવા જાય છે..! આપણો આખા વર્ષનો કુલ ખોરાક પણ 800 લિટરથી વધારે નથી હોતો..! મતલબ કે બે જ કલાકમાં આખા વર્ષમાં આપણે જેટલાં વજનનો ખોરાક લઈએ છીએ એટલાં જ વજનની હવા આપણાં શરીરમાં જાય છે..!
આપણાં માથાથી પગનાં અંગૂઠા સુધી જો સારી રીતે આેક્સિજન પહાેંચે તો શરીરમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી સરળતાથી જળવાઈ રહે છે. શ્વાસને કાઢતાં શીખવાનું છે, લેતાં તાે આપણને આવડે જ છે. જ્યારે પણ શ્વાસને બહાર કાઢવાનો હોય ત્યારે છેલ્લે પેટને જરાક અંદર લેવાનું. આમ કરવાથી 24 કલાક ફેફસાંની અંદર રહેતી વધારાની હવા (Residual Air) બહાર નીકળતી રહેશે અને ફેફસાં વધુ સારી રીતે અને વધુ પ્રમાણમાં તાજી હવા લઈ શક્શે.
જ્યારે પણ શ્વાસની ક્રિયા કરવા બેસો ત્યારે કમર સીધી રાખવી જરૂરી છે. જ્યારે આપને યાદ આવે ત્યારે બેથી પાંચ મિનિટ માટે ઊંડા શ્વાસ લઈ લો. કાેઈપણ સ્થિતિ હાેય, આપ ઊભા હો, ચાલતાં હો કે બેઠાં હો ત્યારે પણ આપ ઊંડા શ્વાસ લઈ-કાઢી શકો છાે. આમ કરવાથી આજથી જ આપની અનેક બીમારીઓ ઘટવા લાગશે. સૌથી માેટી વાત કે સ્ટ્રેસ (તણાવ) ઘટી જશે.
એવી જ મહત્વની વાત પાણી વિષેની છે. પાણી એ પૃથ્વી ઉપરનું એવું આૈષધ છે, જે ગમે તેવી ગંદકીને દૂર કરી શકે છે. આપણાં શરીરને એની સામાન્ય સફાઈ માટે રોજેરોજ 12થી 15 ગ્લાસ સ્વચ્છ પાણીની જરૂર છે. સવારે બ્રશ કર્યા પછી એકથી ચાર ગ્લાસ સુધી પાણી પીવાથી શરીરની ગરમી ઘટે છે. ધારો કે આટલું બધું પાણી એકસાથે ન પી શકાતું હાેય તો થાેડી થાેડી વારે આપને યાદ આવે એમ સવારનાં 3થી 4 કલાકની અંદર જાે પાંચથી સાત ગ્લાસ પાણી પી શકાય તાે વાળ ખરતાં અટકી જશે, મોં પરની કરચલીઓ , એસિડિટી અને ગેસ ઘટવા લાગશે.
જે લોકોને પાણી પીધાં બાદ પેટ ભારે લાગે છે, જેમનાંથી વધુ પાણી નથી પી શકાતું, એમને માટે પણ એક રસ્તો છે. દરરોજ 20 ગ્લાસ પાણીને ધીમા તાપે ઊકાળી, અડધું રહે એટલે ઠંડું પાડી, ગાળીને ભરી રાખવાનું. આ જ પાણી પીવાનું. કારણકે સાદા પાણીને પચાવવા માટે લિવરને ત્રણ કલાક લાગે છે, આ રીતે ઊકાળેલાં પાણીને પચાવતા દાેઢ કલાક લાગે છે. સૂંઠ નાંખીને ઊકાળેલાં પાણીને પચાવતાં લિવરને લગભગ 45 મિનિટ લાગે છે.
કોઈ ગાેળમટાેળ બાળકને જોઈએ એટલે તરત જ આપણે બોલી ઊઠીએ છીએ કે કેટલું તંદુરસ્ત બાળક છે..! શરીરનાં આકાર પરથી, ચામડીનાં રંગ પરથી જ જાણે કે સૌની આેળખ બને છે. જરૂર કરતાં વધારે પ્રાેટીન, દૂધ, સૂકાે મેવાે ખવડાવીને બાળકને ગાેળમટાેળ બનાવી શકાશે. પરંતુ, આ બધાંથી એની ઈમ્યુનિટી નહીં વધી શકે. દેખાવ અને વાસ્તવિકતા અનેક વખત અલગ હોય છે.
આજથી આપણે એક નિયમ કરીએ. બાળકને સૌથી વધુ જરૂર છે હવાની, પછી જરૂર છે પાણીની અને છેલ્લે શરીરને ચલાવવા માટે જ ખોરાકની જરૂર છે. બાળકને ઘરમાં જ બનતાં દાળ, કઠોળ, દૂધ અને ચણા, ખજૂર વગેરેમાંથી પણ ઘણું પ્રોટીન મળી રહે છે. વધારાનાં પ્રોટીન પાવડર આપીને બાળકનું ભવિષ્ય ન બગાડશો. આપનું બાળક સ્પોર્ટસમાં છે તો એેને નિયમિત રીતે બેથી ચાર કેળાં ખૂબ ચાવીને ખવડાઓ.
આજે ભણતરનું દબાણ વધ્યું છે. તળેલો આહાર, જંક-ફૂડ, ફાસ્ટ ફૂડ, સોફ્ટ ડ્રિન્કસ વગેરેનું પ્રમાણ વધ્યું છે અને વ્યાયામ ઘટ્યો છે. આવા સંજોગોમાં બાળકનું શરીર બેડોળ બને છે, વજન વધે છે, વાળ નાની ઉમરમાં જ સફેદ થવા લાગે છે. ટી.વી.માં આવતી જાહેરાત મુજબ પ્રાેટીન લઈ લઈને જે શરીર વધ્યું હાેય એ તંદુરસ્ત ન કહેવાય.
પ્રભુ આપનું કલ્યાણ કરે અને વિજ્ઞાનની અંધશ્રદ્ધા તેમ જ અતિ શ્રદ્ધામાંથી આપને સાચા રસ્તે લાવવામાં મદદરૂપ બને. વિજ્ઞાને માનવીને નથી બનાવ્યો પણ માનવીએ વિજ્ઞાન શાેધ્યું છે. પરંતુ જ્યારે વિજ્ઞાન અસત્યને રસ્તે જાય અને માનવજાતને ગેરમાર્ગે દોરે ત્યારે આપણે સૌએ જાગી જવું જરૂરી છે. રોજેરોજ આપણાં શરીરનાં ડાેક્ટર આપણે જાતે બનીએ અને ઈમરજન્સીનાં સમયે ડાેક્ટરની સહાય લેવા માટે પણ જઈએ.
આયુર્ગુરુ મુકેશ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
Why don’t you take enough air and water?
You will get much more
from it.
Generally, we take 7 liters of air within a minute. In the average period of two hours, we inhale almost 800 liters of air. Our overall food intake of the entire year is not more than that. From toe to head if oxygen supply is proper, we feel fresh and healthy. We know how to breathe in but we need to learn how to breathe out properly. We should keep our stomach in while exhalation. By doing this, residual air comes out and lungs can naturally breathe more fresh air. The back should always be straight during the breathing exercises.
We should take deep breathe for two to five minutes whenever we can, in any position. By doing it from this moment only your many diseases will be disappeared or reduced. The main benefit of it is to be distressed.
Another important element is water. 12 to 15 glasses of water are needed daily to detoxify our bodies. It means water consumption within 4 months is equivalent to 12 months of food. One to four glasses of water in the morning after brushing can reduce constipation. If it’s not possible to have all together, it can be taken within 3 to 4 hours. If 6 to 7 glasses of water can be taken within the first three-four hours, it would help to reduce hair fall, acidity, gas, wrinkled skin.
People who can’t drink more water can follow this method. Boil 20 glasses of water till it remains half, allow it to cool, filter and have it only in the entire day. Because the liver takes three hours to digest normal water but half time in boiled water. And if we boil water by adding ginger powder, the liver would digest it more quickly.
Whenever we see a chubby child, we naturally utter “how healthy he is..!” We generally identify a person from skin color and shape. By feeding everything excessively a child can be fatty, not fit. All these things won’t help to maintain immunity. What we see and the actual inner reality is quite different.
Any Child’s first requirement is air, secondary water and finally food for survival. A child can get protein and energy from homemade and natural food like pulses, milk, cereals, dates, etc. The excess amount of protein can be harmful. It leads to obesity. Same way even unhealthy eating habits can cause obesity, grey hair.
Because of the burden of academics, children can’t pursue outdoor games. They are more of a brain worker. The brain needs more natural sugar and the body needs more protein. Only protein products can’t help to be fit and healthy. Our body itself produces more than 70% of protein. So, we don’t need extra supplements.
We have created science, science hasn’t created us. So, we shouldn’t have blind faith in science. Many times science can mislead us. At that time we have to be aware. We need to become a doctor of our own selves. But in case of an emergency, the doctor’s advice is required.
May God bless you and give you the power to understand your body. AyurGuru Mukesh, Managing Trustee, Nihar Charitable Trust, India.
7 Comments
વાહ, બહૂ જ ઉપયોગી માહિતી….આ રીત નું સરળ ને સચોટ લખાણ …તરત ગળે ઉતરી જાય છે.
Like this article
આભાર.
ખોરાક kg માં મપાય છે જયારે હવા કદ (volume )માં મપાય છે, હવાને વજન નહિવત હોય છે આથી વજન અને કદની સરખામણી બરાબર નથી.
અમેરિકાનાં નાેર્થ કેરાેલિનામાં આવેલાં એન્જિનિયરીંગ ઈન્સ્ટીટયૂટે 1994માં હવાનાં વજન વિષે ઘણું સંશાેધન કર્યું છે. આશા છે કે આપને આમાં રસ હાેય તાે ઊંડા ઊતરશો. બાકી, આપણાં સૌનાં જીવનમાં હવાનું વજન જ સૌથી વધુ છે. વળી, પાણી લિટરમાં મપાય છે જેમાં આેક્સિજન આેગળેલાે છે, લિટરને આપણે કિલોમાં ફેરવ્યું ને..! હવામાં આેક્સિજન છે જેને વૈજ્ઞાનિકો લિટરમાં ફેરવે છે. જુઓ, જાણો. કાંઈક વધુ મળે તો અમને પણ જણાવજો. આભાર.
Very useful information….
Mukesh Ji,
What should be done to increase immunity . In other words , how can we make our body’s immune system strong ?