હવામાં દોઢ કરોડ કરતાંય વધુ અલગ અલગ વસ્તુઓ છે. આમાં વાઈરસ, બેક્ટેરિયા, હજુ જેનું નામ પાડવાનું બાકી છે એવાં અનેક અનામી જંતુઓ, ધૂળ, ધુમાડો, ભેજ વગેરે છે. વાઈરસ એક પ્રકારનો ઝેરી પદાર્થ છે જ્યારે બેક્ટેરિયા એવા જંતુઓ છે જે બીજા બેક્ટેરિયાને જન્મ આપી શકે છે. હવામાં બેક્ટેરિયા અને એ સિવાયનાં અન્ય અનેક સૂક્ષ્મ જંતુઓ(પેથોજન્સ) રહેલાં હોય છે.
આપણે પાણી, સાબુ કે અન્ય કેમિકલથી હાથ સાફ કરીએ તો પણ પછીની એકથી પાંચ મિનિટની અંદર ફરીથી અનેક સૂક્ષ્મ વસ્તુઓ હવામાંથી જ આપણાં હાથ પર ચોંટે છે. સૂક્ષ્મ વસ્તુઓ એટલે જંતુઓ, ધૂળ, ધુમાડો, ભેજ. જીવતાં રહેવા માટે હવાની તો આપણને સતત જરૂર પડવાની જ છે. અને કુદરત આપણને સારી રીતે જીવાડવા ઈચ્છે છે એટલે જ એણે આપણાં રક્ષણ માટે આપણને ફ્રેન્ડલી બેક્ટેરિયા આપ્યાં છે.
જ્યારે નોર્મલ ડિલીવરી થાય અને બાળક જન્મે ત્યારે માતાની યોનિની આસપાસ લાખો ફ્રેન્ડલી બેક્ટેરિયા જમા થઈ જઈને તાજા જન્મેલાં બાળકનાં શરીરમાં જવા માટે તૈયાર હોય છે. આ મિત્ર-જંતુઓ બાળકનાં શરીરમાં જઈને એની ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે..!
આ જ રીતે, આપણી હથેળીમાં અને શરીરનાં અન્ય ખુલ્લાં ભાગમાં આપણાં શરીરની ઈમ્યુનિટી જાળવી રાખનારા અગણિત ફ્રેન્ડલી બેક્ટેરિયા હોય છે. અજાણપણે, અનેક વાર આપણાં હાથને આપણે મોં ઉપર, નાકની અંદર અને ઉપર તેમજ શરીરનાં અન્ય સ્થાનો ઉપર ફેરવતાં હોઈએ છીએ. આવા દરેક સ્થાનો ઉપર હાથમાં રહેલાં ફ્રેન્ડલી બેક્ટેરિયા ચોંટી જાય છે. પછી… પછી… એ જગ્યા ઉપર જ્યારે અન્ય જંતુઓનો હુમલો થાય ત્યારે આવા ફ્રેન્ડલી બેક્ટેરિયા આપણાં રક્ષણ માટે લડાઈ કરે છે.
આપણાં ગંદા હાથોને પણ આપણે અજાણપણે નાક-મોં ઉપર લઈ જવાનાં જ છીએ એની કુદરતને અગાઉથી જ ખબર છે..! એટલે કુદરતે નાક-મોંનાં બચાવની પોતાની જુદી સિસ્ટમ તો રાખેલી જ છે. મૂળ વાત એ કે આપણે જ્યારે વારંવાર આપણાં હાથને કેમિકલથી સાફ કરીએ છીએ ત્યારે હાથની ચામડીને ગંભીર નુકસાન થાય છે અને સાથે સાથે આપણને મદદ કરનાર અને ચેપથી બચાવનારા આવા ફ્રેન્ડલી બેક્ટેરિયા પણ નાશ પામતાં રહે છે.
સ્વચ્છતા ત્યાં પ્રભુતા. પરંતુ, અતિ સર્વત્ર વર્જયેત. આરોગ્યનાં વિષયમાં પણ જરૂર કરતાં વધુ ઊંડા ઊતરવાથી બીમારી આવશે..! શરીરને સ્વચ્છ રાખવું અને શરીરને સાફ કરી દેવું આ બંને અલગ મુદાઓ છે..!
આવી જ અદ્ભુત બાયોટીક સિસ્ટમ આપણાં શરીરની અંદર પણ છે. આપણાં શરીરની અંદર અગણિત સંખ્યામાં આપણને મદદ કરનારા ફ્રેન્ડલી બેક્ટેરિયા છે. ઇમ્યુનિટી જાળવી રાખનારા અને બીમારી વખતે લડાઈ કરનારા બેક્ટેરિયા આપણાં શરીરમાં છે. પાચનમાં મદદ કરનારા અને ન પચેલાંને શરીરમાં કાઢવામાં મદદ કરનારા ફ્રેન્ડલી બેક્ટેરિયા પણ આપણાં શરીરની અંદર જ છે. કેમિકલવાળો આહાર, કેમિકલવાળી દવાઓની ગરમી આવા આપણાં માટે જ જીવતાં અને લડતાં બેક્ટેરિયાનો નાશ કરે છે.
8 Comments
It was nice to know about friendly bacteria ….😄
This is not even a trailer yet..! a human body is having cosmos inside and outside; an infinite cosmos. Thank you, Sir.
So now in COVID dayes we have to wash our hand only with water right???
People all over the world are waiting for the reasons and remedies of covid; Corona is a virus, Covid is a disease. It is not necessary that coronaviruses will affect all people. So, we should continue to clean our hands, as usual, we all are doing for a long long time. Have a heal-thy time, God bless you.
I agree this msg , I follow regular anupan messages always trust.
નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લાં એક વર્ષથી ફંડ માટે પ્રયત્ન કરી રહ્યું છે. અનુપાન માટેનાં અમારા અંકો તૈયાર થઈ રહ્યાં છે. આ વર્ષમાં અનુપાન મેગેઝીનની હાર્ડ કોપી ફરીથી પરંતુ ટ્રસ્ટમાંથી ચાલુ કરવાની ઈચ્છા છે. આભાર.
ખુબજ સુંદર સમજ આપી . નીહાર પરીવારનો આભાર.🕉🙏
Thank you, God bless you.