વાતાવરણમાં ઠંડક હોય એટલે તરસ ઓછી લાગે છે, પરંતુ એવા સમયે પણ શરીરને દરરોજ અઢીથી ત્રણ લિટર પાણીની જરૂર હોય છે. હિમાલયમાં લદ્દાખ જેવા પ્રદેશમાં તો વધુ ઠંડક હોય ત્યારે રોજ ચારથી પાંચ લિટર જેટલું પાણી ન પીવાય તો શરીરમાં ગંભીર તકલીફ ઊભી થઈ શકે છે… આવું કેમ બને છે?
In winter, the feeling of thirst reduces, even though our body requires 2.5 to 3 liters of water. In winter, in the area of Ladakh, Himalaya if you do not drink 4 to 5 liters of water, you have to face serious physical illnesses. Why does it happen?
સૌથી મહત્વની વાત કે પાણીની અંદર આેક્સિજન આેગળેલો છે. આપણે વધુ ઠંડકવાળા વાતાવરણમાં વધુ કપડાં પહેરીએ ત્યારે ચામડીથી લેવાતો શ્વાસ ઘટે છે, નાક-મોં વધારે સમય બંધ રાખીએ એટલે ત્યાંથી પણ શરીરને જરૂરી આેક્સિજન મળતો નથી. આવા સમયે તરસ ન હોય છતાંય યાદ રાખીને પાણી પીતા રહેવાય તો શરીરએ પાણી માંથી જરૂરી આેક્સિજન મેળવતું રહે છે.
Oxygen is a part of the water is the key point. In cold weather when we wear more clothes, skin breathing reduces. Apart from this, when we cover our mouth more, the oxygen intake reduces naturally. So, if we drink water from time to time even without thirst, the body will get the necessary oxygen out of it.
સલાડ, તાજા ફળો, ઘરમાં જ બનેલાં સાત્વિક આહારમાંથી આપણને વધુમાં વધુ આેક્સિજન મળે છે અને ઈમ્યુનિટી પણ વધે છે. આની સામે જંક-ફૂડ, તળેલો ખોરાક, મેંદાવાળી વાનગીઆે, કોક, કોકાકોલા જેવા એરેટેડ પીણાંઓથી શરીરમાં જમા રહેલો આેક્સિજન અને ઈમ્યુનિટી બંને ઘટે છે. આવો ખોરાક લેવાય, આવા પીણાંઓ પીવાય ત્યારે શરીરને વધુ પાણીની જરૂર પડે છે.
We can get maximum oxygen from salad, fresh fruits, homemade hygienic, and natural food which also help in boosting up immunity also. And…., when we take junk(honestly they confess that it’s really junk..!) food, fried food, maida, soft drinks like coke, coca, etc. then our inner oxygen level and immunity both reduce. The body requires more water when we drink such soft drinks and such types of food.
વ્યક્તિ જ્યારે પોતાનાં કામમાં ડૂબી જાય ત્યારે એને પાણી પીવાનું યાદ નથી આવતું. આમ જ, 40 વર્ષની ઉમર પછી તરસ આેછી લાગે છે. આ સિવાય ગમે તે ક્ષણે આપણને આપણી જ જાત સાથે બેઈમાની કરાવતી આળસ નામની બીમારીને લીધે પણ આપણે પાણી નથી પીતા..!
Many people forget to drink water while working. So, after the age of 40, the feeling of natural thirst reduces. And,… and, due to the disease of ” dishonesty with self,” we avoid drinking water many times..!
કોઈ જ બહાનાં અને દલીલ વિનાં, આ વખતની ઠંડકવાળી મોસમમાં કેવળ 14 દિવસ સુધી યાદ રાખી રાખીને દરરોજ અઢીથી ત્રણ લિટર જેટલું માટલાનું સાદું પાણી પીઓ. ભલે થોડાંક દિવસ વધુ વખત પેશાબ કરવા પણ જવું પડે. કારણકે તમે આટલું પાણી પીશો એટલે તમારી ચામડી આેછી કોરી પડશે, કિડનીને ટેકો મળશે અને ફેફસાંની તાકાત વધશે. 14 દિવસ પછી તમને આ પ્રયોગ યોગ્ય ન લાગે તો છોડી દેજો પરંતુ ત્યાં સુધી એક સરળ પ્રયત્ન તો કરી જુઓ.
Without any arguments, please start drinking more water at least for 14 days in this cold weather even though you have to go for frequent urination. Because, when you drink such amount of water, the dryness of your skin will reduce and the capacity of lungs will increase. If you feel uncomfortable after two weeks, leave it. But, once try this simple experiment.
આભાર, મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ભારત.
God bless you, Mukesh Patel, Managing Trustee, Nihar Charitable Trust, Ahmedabad, India.
6 Comments
Very good article
Thanks.
Dear Sir, Very very interesting and informative articles, not only this, almost all articles are very useful in day to day life..Please keep it up..
Thanks a lot for regularly publishing such useful messages…
Dhaval Patel(9427714723)
Thanks a lot, Sir.
Very informative article.
Thank you.