પૃથ્વી પરના જૂનામાં જૂના ગ્રંથ ઋગ્વેદમાં કુદરતી સારવાર (naturopathy) નો સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ છે. યોગ, આહાર, પાણીના ઉપચારો અને હવાના ફાયદા તેમ જ પ્રાણાયામ વિશે અન્ય ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે.
નેચરોપથીના નવા યુગની શરૂઆત જર્મનીમાં થઈ. 1902માં ડોક્ટર જ્હોન શીલે ન્યૂયોર્કમાની પોતાની હોસ્પિટલમાં આહાર, વ્યાયામ અને પાણીના ઉપચારનો ઉપયોગ પોતાની હોમિયોપેથીની સારવાર સાથે કર્યો. આ સારવારને એમણે નેચરોપથી નામ આપ્યું.
કુદરતી સારવાર એ આપણા અસ્તિત્વ જેટલી જ જૂની છે. આપણી દિનચર્યામાં ફેરફાર કરી વ્યાયામ, ફળોનો સમજણપૂર્વક ઉપયોગ, સાદો અને કુદરતી આહાર અને એની સાથે નિર્દોષ ઔષધિઓનો ઉપયોગ કરવાથી સારુ પરિણામ મળી શકે છે. યોગ્ય સમયે સમજપૂર્વક ના ઉપવાસ કરતા રહેવાય તો શરીર પોતાની અંદરનો કચરો વધુ સારી રીતે બહાર કાઢતું રહે છે.
પ્રાણી પોતાની અંતઃપ્રેરણાથી, શરીરની અંદરના અવાજથી જ પોતાને માટે શું સારું છે એ સમજી જાય છે. એ રીતે જીવવાથી રોજેરોજ તંદુરસ્તીને જાળવી શકાય છે. દુનિયા નસીબથી નહીં પણ નિયમથી ચાલે છે.
મુકેશ પટેલ, નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
14 Comments
Very nice article sir
આભાર. અઠવાડિએ એક દિવસ પેટને આરામ આપીને માત્ર ફળો, સૂપ, દૂધ, સલાડ લઈને કે અર્ધો દિવસ આરામ આપીને પ્રયત્ન કરો. ન ચાલતા હોય તો દરરોજ અડધાથી એક કલાક ચાલો અને ચાલતાં હો તો વધુ સમય ચાલી શકો છો કે અન્ય વ્યાયામ પાછળ સમય આપીને શરીરને વધુ સારું બનાવી શકો છો. આભાર.
Very nice information about how we should live with nature… & Impact of nature on Human Body…
Thanks Doctor Saheb for counselling…
આભાર. હવામાં ન ગણી શકાય એટલાં વાઈરસ અને અન્ય જંતુઓ છે પરંતુ આપણાં નાક-ફેફસાં અને શરીરની શક્તિથી આપણે ગમે તેવા વાઈરસ સામે જીવી શકીએ છીએ.હાડકાંઓ નબળાં પડે અને આપણે રોજેરોજ એક કલાક સુધી માથું ઢાંકી, કોટનનાં કપડાં પહેરીને તડકો લઈએ તો એ જ હાડકાંમા રહેલાં ઓસ્ટિઓ બ્લાસ્ટ અને ઓસ્ટિઓ કલાસ્ટ નામનાં સેલ્સ ફરીથી હાડકાંને મબજૂતાઈ આપવા લાગે છે. આપણે સાંજે વહેલાં જમી લઈએ ત્યારે શરીરની શક્તિ વધે છે કેમકે સાંજે જમ્યા પછી બીજા દિવસની સવાર સુધી જો આપણાં પેટ-શરીરને 12 કલાક મળી જાય તો એમાં એની સફાઈનું કામ વધુ સારી રીતે કરી શકે છે. આભાર.
Great informative article.
મનુભાઈ, આભાર. આપનો પ્રસન્નચિત ચહેરો કાયમ યાદ આવે છે જે આપની તંદુરસ્તીનું મોટું રહસ્ય છે. આવા અને આવા 100 વર્ષ કે તેથી વધારે ઉમર સુધી રહે એવી પ્રભુને પ્રાર્થનાં. ક્યારેક અમેરિકામાં કાર્યક્રમ થશે તો ફરી મળીશું. આવજો.
Nice information sir
જેમ મારો આભાર માનો છો એમ જ આપનાં શરીરનો જો આભાર માનવો હોય તો દરરોજ એકથી બે કલાક એને માટે વ્યાયામનો સમય ફાળવો તેમજ ભૂખ ન હોય ત્યારે ઓછું ખાઓ અથવા એ સમયે કેવળ ફળો, દૂધ જે માફક આવે તે લો. આભાર.
કુદરતી સારવાર ની સમજ આપવા બદલ હ્રદયપૂર્વક આભાર.
આ બાબતે વિસ્તૃત જાણકારી ક્યાંથી અને કેવી રીતે મળે તે જણાવવા વિનંતિ છે.
આપનો ખુબ આભાર🙏🏻
આપણી અંદરથી અને આસપાસથી. સવારે જાગ્યા બાદ માથું ભારે છે તો કદાચ સારી ઉંઘ ન આવી હોય અથવા પેટને ન ગમે એવો આહાર છેલ્લાં બે દિવસમાં લીધો હોય અથવા મનને ન ગમે એવી કોઈ વાત મનમાં ચોંટી ગઈ હોય..! ઈલાજમાં ધ્યાન અને ચાલવાથી ઉંઘ સારી આવી શકે, પેટને પ્રથમ પૂછીને આહાર લેશો તો આજુબાજુનાં પાડોશીઓ એવાં છાતી, પાચનતંત્ર, હૃદય અને મગજ, માથું હેરાન નહીં થાય અને મનમાં ચોંટેલું ઉખાડવાનું ચાલું રહેતાં રહેતાં જ નિર્વાણ કે મુક્તિ સુધી આપણે સહુએ પહોંચવાનું છે. અને, આપણી આસપાસ આપણી સંભાળ માટે પ્રભુએ સારું પાણી, હવા, સૂર્યપ્રકાશ અને એકાંત તેમજ પુસ્તકો રાખ્યાં જ છે. આવજો, આભાર, પ્રભુ આપની ઉપર કૃપા વરસાવતા રહે એવી પ્રાર્થનાં સહ.
Very good msg please more details
Thank you Usha Madam, I will give more detail. God bless you.
Really after sixty years people are suffering from so many physical and mental illness and they are taking the help of allopathy , Aryuvedik, homeopathic treatment but above mentioned treatment has his own side effects ,so kindly guide the people for healthy life ahead with the help Natropathy people will blessed you for your social obligations Thanks 🙏🏻🙏🏻🙏🏻
ઘણાંબધાં લોકો જ્યારે 60 વર્ષે નિવૃત થાય છે ત્યારે એમની પાસે જીવનને સમજવા માટે ખૂબ ઓછો સમય બચ્યો હોય છે. જો લાંબુ જીવે છે તો વધારે સમય દવાખાનામાં,હોસ્પિટલોમાં જવાની સંભાવનાઓ વધુ રહે છે. નિવૃતિ બાદ પહેલું કામ રોજેરોજ, નિયમિત રીતે ધ્યાન કરવાનું હોવું જોઈએ. કારણ હવે જીવનને સમજવાનો, અસ્તિત્વને સમજવાનો સમય છે જેમાં થોડાંક હજાર કલાકો વધ્યાં છે જેની અંદર શરીર, મન અને આત્મા જેવા શબ્દોનો અર્થ પામવાનો છે.