આપણાં શરીરનાં સ્નાયુઓને હલનચલન માટે અને મગજનાં ન્યૂરોન્સ(સૂક્ષ્મ જ્ઞાનકોષો)ને કરંટ પેદા કરવા સતત શક્તિ(સુગર)ની જરૂર છે. સુગર ઘટવાથી થાક લાગે, કામ ન થઈ શકે, હાંફી જવાય. ઘઉં, ચોખા, ડેરી પ્રોડક્ટસ, અમુક શાક, માંસાહારમાંથી સુગર(ગ્લુકોઝ) મળે છે. આપણાં લિવરમાં આશરે 150 ગ્રામ અને મસલ્સ(સ્નાયુઓ)માં 450 ગ્રામ સુગર સચવાઈ રહે છે. લોહીમાં સામાન્ય સંજોગોમાં આશરે એક ચમચી(5 ગ્રામ) સુગર ફરતી હોય છે.
આપણું માેં, સ્વાદુપિંડ(pancreas), લિવર અને પેટ ભેગાં થઈને આહારમાં રહેલી સુગરને પચાવે છે. આપણે શાંતિથી જમીએ એટલે લાળ નામનો ઈન્સ્યુલિન આહારમાં રહેલી અડધી સુગરને પચાવવવામાં મદદ કરે છે..! જો આપણને તણાવ(ટેન્શન) હોય તો સ્વાદુપિંડમાંથી આેછું ઈન્સ્યુલિન નીકળે છે અથવા આ ઈન્સ્યુલિન નબળું પડે છે. આથી, આહારમાં રહેલી સુગરને સારી રીતે પચાવી નથી શક્તું..! કારણકે, તણાવને કારણે મગજમાં રહેલાં insular cortexની કામગીરી નબળી પડે છે. insular cortex લાળનાં ઉત્પાદન સાથે, પાચન સાથે પણ જોડાયેલું છે.
આપણાં શરીરમાં મસલ્સ અને લિવરમાં સુગર જમાં થઈ જાય છે. એ પછીની વધારાની સુગર સતત વપરાતી, બળતી રહેવી જોઈએ. નિયમિત રીતે ચાલવા-દોડવાથી, વારંવાર પાણી જાતે જ ઊભા થઈને લાવવાની આદતથી, મહેનત કરવી પડે એવાં વ્યાયામથી સુગર બળે છે. હળદર, આમળાં, કડવો લીમડો, કારેલાં, લીમડાની ગળો વગેરેથી સુગર ઘટે છે.
વ્યાયામનો અભાવ, આળસ, મેંદો, બાસમતી ચોખા, તળેલો આહાર, તણાવ વગેરેથી સુગર વધેલી રહી શકે છે. ગુણવંત શાહનાં શબ્દોમાં: ”ડાયાબિટીસ સ્વમાની રોગ છે. એને પૂરાં માનપાન મળે ત્યારે જ એ રહેવા માટે આવે છે.” આળસને ઓટલે, સ્વાદને ખોળે ડાયાબિટીસને મજા છે. નિયમિત વ્યાયામ એ ડાયાબિટીસનું હડહડતું અપમાન છે.
30 Comments
Fine
Thanks.
Insuling uper che
So please let me know what time do you fever me
Whenever you want a consultation, you can take a prior appointment after calling at Nihar Aaroya Mandir. Thanks.
aape diabities vishe tunkanma saras mahiti aapi chhe
ખૂબ ખૂબ આભાર. પ્રયત્નો ચાલુ છે; જો ટ્રસ્ટને જરૂરી સહાય મળશે અને નિયમિત મળશે એવું વચન અપાશે તો ફરીથી અનુપાન સામયિક ટ્રસ્ટ તરફથી એક વર્ષની અંદર શરૂ કરવાની યોજના છે.
Right information but not in detail
Nihar Arogya Mandir is very helpful for our health
Madam, thanks a lot for your appreciation.
ડાયાબિટીસ વિશે ટૂંકા શબ્દોમાં ખૂબ જ ઉપયોગી માહિતી, આભાર.
Thanks a lot.
Great information
Thank you.
ટૂંકીને ટચ ,રોચક ડાયાબીટિસ વાત ગમી
આભાર, મહેશભાઈ. ડાયાબિટીસ શબ્દ પણ ટૂંકો જ છે..! અને, એને યોગ, નેચરોપથી અને આયુર્વેદથી વધુ ટૂંકો કરી દેવાનો છે. એને સમાજે બહુ ભાવ આપવાની જરૂર નથી..!
Good information. Pl send regular information for treatment
Thank you. Yes, will send it regularly.
True knowledge sharing. Nice information. Pl continue sharing detailed informations on various subjects.
Thank you. Yes, will continue it.
Thank you so much for your valuable guidance and suggestions.
Thanks for sharing your valuable knowledge and experience
Thanks a lot, God bless you.
Thanks for good Information, good in short but suffition for Diabetics 👌👌👌👍👍💪💪🙏🙏👋👋👋
Thanks a lot, Shantilal, your words are giving me the power to write more articals.
Hi pinakin Shah
Thanks for reading.
Very nice and useful information God bless you
Thank you, Madam.
Dr. Dixit says eat only two times within 55 minutes and some Dr. Says eat every 3 to 4 hrs. Small portion..can you please guide regarding food timing in diabetic??
દરેકનું શરીર, આદતો અલગ અલગ છે. ખોરાક, કસરત આ બધી ઔષધિઓ જ છે. એને માટે કોઈ એક થિયરી કરોડો લોકોને લાગુ ન પાડી શકાય. કોઈકને સવારે બ્રેક-ફાસ્ટ વખતે બહુ જ ભૂખ લાગે તો કોઈને લંચનાં સમયે ભોજન જોઈએ જ. કેટલાંકને રાત્રે ડિનરનાં સમયે વધુ ભૂખ લાગે છે. ઘણાંને ત્રણેય સમયે સારી ભૂખ લાગતી હોય છે. ડાયાબિટીસ હોય કે ન હોય પરંતુ શરીર તો છે જ જેને નિયમિત રીતે ખાવા જોઈએ છે. એટલે 8-12-4-8 વાળી થિયરી પર પણ આપ ચાલી શકો છો. જો સવારે 8 વાગ્યાની આસપાસ જરૂર મુજબ નાસ્તો લીધો તો બપોરે 12 વાગ્યાની આસપાસ લંચ, ફરીથી સાંજે 4 વાગે જરૂર મુજબ હળવો નાસ્તો અને ફરીથી રાત્રે 8 વાગે ડિનર. આમાં સમય આપનાં રૂટિન મુજબ આઘોપાછો કરી શકો છો.આભાર.