પાતળા શરીરવાળાં લોકોને અનેકવાર ઉપરનાં શબ્દો સાંભળવા પડે છે..! હકીકતમાં તો શરીરની ઈમ્યુનિટી, સ્ફૂર્તિ અને સારી આદતો અતિ મહત્વનાં મુદ્દાઓ છે. વ્યક્તિનાં ગાલ બેસી ન ગયાં હોય એવાં ચહેરા ઉપર આરોગ્યની એક ચમક હોય, ચાલમાં સ્ફૂર્તિ અને ઉત્સાહ હોય અને એ પછી પણ વજન વિષે સાંભળવું પડે ત્યારે એને પોતાને પણ ક્યારેક એમ થઈ જાય કે શું હું ખરેખર બીજાની સરખામણીમાં અયોગ્ય છું?
આવા વ્યક્તિઓને અનેકવાર હું સામેથી એક સવાલ કરું છું: ”તમને સવાલ કરનાર વ્યક્તિમાં કોઈ પાતળી વ્યક્તિ હતી..!? ” આજ સુધી તો મને જવાબમાં ના જ સાંભળવા મળી છે..! જેમનું વજન ખરેખર વધારે છે એમાંનાં કેટલાંક આળસું અને નિરાશાવાદી લોકોને જ પાતળા લોકોને ટકોર કરતાં રહીને એમને મનથી નિરાશ કરવાની ખરાબ આદત પડી છે.
શ્રી. બાપાલાલ વૈદ્ધનું એક અદ્ભુત વાક્ય છે: ”બળ અને આરોગ્ય બંને અલગ વસ્તુ છે.” કોઈક વ્યક્તિ 100 કિલો વજન ભલે ઊંચકી શકે પરંતુ જો એને વારંવાર બીમારી આવતી હશે તો આવું વજન ઊંચકવાથી એ બીમારી નહીં અટકી શકે..! કોઈ ગોળમટોળ કે બહારથી તંદુરસ્ત લાગતી, હાથનાં મસલ્સ વધારેલી વ્યક્તિની ઈમ્યુનિટી(રોગપ્રતિકારક શક્તિ) એનાં દેખાવનાં પ્રમાણમાં ઘણી ઓછી પણ હોઈ શકે છે. ફૂલેલાં લાલમલાલ ગાલ હોય પરંતુ સાથે પેટ વધેલું હોય તો એ ભવિષ્યમાં આવનારી બીમારીની નિશાની ગણાય.
તરવરાટ, થાક્યા વિના કલાકો સુધી કામ કરવાની શરીરની અંદરની સાચી તાકાત, પથારીમાં પડતાવેંત આવતી ઊંડી અને માપસરની ઊંઘ અને સવારે ઊંઘમાંથી જાગ્યા પછી દોડવાનું મન થાય ત્યારે શરીર, મન સ્વસ્થ છે એમ કહી શકાય. જૂનવાણી વિચાર અનુસાર આવી સાચું આરોગ્ય ધરાવતી વ્યક્તિઓ પાતળી હોઈ શકે પરંતુ એમનાંમાં આ બધી આરોગ્યની ખૂબીઓ હોય તો એવા લોકોએ શરમાવાની નહીં પરંતુ ગર્વ લેવાની જરૂર છે.
જાડા લોકોનાં શરીરમાં જે વધારાની ચરબી છે, પાણીનો ભાગ છે એને કારણે ઝડપથી ઘડપણ આવે છે. પેટ ઉપર, છાતીમાં અને કમરની આસપાસ જમા થતી વધારાની ચરબી એ બીમારીની નિશાની છે. અમુક સમય બાદ આવી ચરબી હૃદય, લિવર અને કિડનીમાં જમા થઈને એને બગાડે છે. સાથળનાં ભાગમાં જમા થતી વધારાની ચરબી મોટા આંતરડાને દબાવે છે જેને કારણે મળ આંતરડામાંથી સારી રીતે નીકળી નથી શક્તો અને ત્યાં સડો પેદા થાય છે.
પ્રભુ આપનું આરોગ્ય જાળવવાની અને બીજાની અંદર ઊતરવાને બદલે પ્રથમ તો પોતાનાં જ શરીરને આેળખવાની સાચી સમજ આપે એવી પ્રાર્થનાં સહ,
મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ભારત.
Slim people have to face such dialogue ”Oh..!, you seem skinny”, ”you should increase your weight” etc. many times..! Immunity, good habits, and alertness are key points for keeping better health. If a person’s face is shining with his health and also he has alertness and enthusiasm in his movement even though if he has to face such dialogs then sometimes the person’s mind itself creates doubt about his own health.
Many times I raise a question to such slim people: ” have you ever faced such a question from a slim person?” And I always got the same answer ”NO”..! Actually some lazy and obese people have a very bad habit of criticizing and demotivating such slim people.
Renowned Vaidya Shri Bapalal once said: ” power and health both are a different matter. ” Suppose a person can carry 100 Kg weight but if he suffers frequently from various diseases, such weight lifting will not help him in maintaining his immunity..! Even chicks are reddish but if the belly is not in order shows a dark future related to health.
The true energy to work for long hours without fatigue, deep and sound sleep, and gain energy to run within a second just after waking up are signs of a healthy person. As per orthodox thought, such type of person may be thin but if he is having all such healthy qualities, he should have proud of his radiant health.
Due to the extra fat and watery portion in the body, obese people become victims of the early aging process. Deposition of extra fat under the chin, on the chest, and in the abdominal area are signs of a diseased person. Because with the time such extra fat enters in liver, kidneys, and heart and makes them poor. Extra fat in the area of the thigh suppresses bowel movement which results in constipation and decaying.
I pray to God for giving you the true sense of keeping your own health not indulging in others,
Mukesh Patel, Managing Trustee, Nihar Charitable Trust, Ahmedabad, India.